નવી દિલ્હી: પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) સંસદમાં બજેટ રજૂ કરશે. વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટે રજૂ થનારા બજેટ (Budget 2021) પર દરેક લોકોની નજર રહેશે. આ વખતનું બજેટ સત્ર હંગામેદાર હોઈ શકે છે. કારણ કે સત્ર શરૂ થતા પહેલા જ 17 વિપક્ષી દળોએ જાહેરાત કરી છે કે તેઓ સંસદના બંને સદનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થાય છે. વિપક્ષી દળોએ આ જાહેરાત કેન્દ્ર દ્વારા પાસ કરાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં કરી છે. અત્રે જણાવવાનું કે કોરોનાના લીધે નેગેટિવ ગ્રોથમાં ચાલી રહેલા અર્થતંત્રના કારણે આ બજેટ ઘણું ઐતિહાસિક હશે. આ બજેટ પર દરેક લોકોની નજર ટકેલી છે. આ સિવાય આ વર્ષનું બજેટ પેપરલેસ હશે તે પહેલા સંસદમાં આજથી બજેટસત્ર શરૂ થશે. બજેટ સત્રમાં મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરોધમાં બસપા પણ હવે સામેલ 
વિપક્ષી દળો દ્વારા NDA વિરુદ્ધ ખોલાયેલા આ મોરચામાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) એ પણ હવે ભાગ લેવાનું નક્કી કર્યું છે. માયાવતીએ આજે ટ્વીટ કરીને કહ્યું કે તેમની પાર્ટી પણ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે. આ મામલે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે વિપક્ષે પોતાના આ નિર્ણય પર પુર્નવિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે હું તમામ પક્ષોના નેતાઓને અપીલ કરું છું કે તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર ન કરે. સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ માટે જેટલા સમયની જરૂર પડશે, તે સમય અલગથી આપવામાં આવશે. 


બજેટ સત્ર (budget session 2021 ) માં વિપક્ષી પાર્ટીઓ સરકારને કોવિડ-19ના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થા અને ભારત-ચીન સરહદ મુદ્દાઓ પર નિશાન બનાવશે. આ સાથે જ આ પાર્ટીઓએ એમ કહીને પણ ખેડૂતોને પૂર્ણ સમર્થન આપવાની વાત કરી છે કે સરકારે ગણતંત્ર દિવસ પર ખેડૂતો દ્વારા થયેલા વિરોધ દરમિયાન બેઈમાની કરી છે. આવામાં Budget સત્ર દરમિયાન અમારો મુખ્ય હેતુ આ કાયદાને રદ કરાવવાનો હશે. 


 વિરોધમાં આ પાર્ટીઓ સામેલ
આ વિરોધ માટે કોંગ્રેસે તમામ વિપક્ષી દળોને એક મોરચે ભેગા કર્યા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે તમામ પાર્ટીઓ સાથે વાત કરી, જેમાં બસપા પ્રમુખ માયાવતીએ સાથે આવવાની ના પાડી દીધી. જો કે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, દ્રવિડ, મુનેત્ર કડગમ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, મારુમલારચી દ્રવિડ મુનેત્ર કડગમ, કેરળ કોંગ્રેસ (મણી), અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે હા પાડી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે તે અભિભાષણનો વિરોધ કરશે. 


1 ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ
નોંધનીય છે કે આવું છેલ્લા કેટલાક દાયકામાં પહેલીવાર બન્યું છે કે જ્યારે લગભગ આખા વિપક્ષે સત્રની શરૂઆતમાં થનારા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાની વાત કરી છે. અત્રે જણાવવાનું કે બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલશે પરંતુ તે દરમિયાન 15 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રજા રહેશે. જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ( FM Nirmala Sitharaman ) સંસદમાં બજેટ રજુ કરશે. કોરોનાના લીધે નેગેટિવ ગ્રોથમાં ચાલી રહેલા અર્થતંત્રના કારણે આ બજેટ ઘણું ઐતિહાસિક હશે. આ બજેટ પર દરેક લોકોની નજર ટકેલી છે. આ સિવાય આ વર્ષનું બજેટ પેપરલેસ હશે તે પહેલા સંસદમાં આજથી બજેટસત્ર શરૂ થશે. બજેટ સત્રમાં મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. 


રજુ થશે આર્થિક સર્વેક્ષણ
આર્થિક સર્વેક્ષણ દેશની અર્થવ્યવસ્થાનો વાર્ષિક સત્તાવાર અહેવાલ છે. આ અહેવાલને બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશના આર્થિક વિકાસનું અનુમાન કરાય છે.આર્થિક સર્વેક્ષણમાં એ વાતનો પણ અંદાજો આવે છે કે આગામી વર્ષમાં અર્થવ્યવસ્થા ગતિ પકડશે કે તે ધીમી રહેશે. સર્વેક્ષણના આધાર પર જ સરકાર બજેટ રજૂ કરતી હોય છે. આર્થિક સર્વેક્ષણમાં મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે પરંતું તે જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં સમાવિષ્ટ હોય. સર્વેક્ષણના આધાર પર જ સરકાર દ્વારા બજેટમાં એલાન કરવામાં આવે છે. જોકે આ ભલામણોને માનવા માટે સરકાર કાનુની રીતે બાધ્ય નથી હોતી. 


કોરોનાની દેશના અર્થતંત્ર પર ઘણી અસર પડી છે. સર્વેક્ષણથી તે અનુમાન લગાવવામાં આવી શકશે કે કોરોના પ્રેરિત મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલું નુંકસાન થયું છે. સર્વેક્ષણમાં વર્તમાન આર્થિક સ્થિતિ પર વિચાર કરવા અને સમાધાનોની રજૂ કરવાની અપેક્ષા કરવામાં આવી છે, જે દેશને 5 ટ્રિલિયન ડોલર લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. લોકોનું માનવું છે કે, આર્થિક સર્વેક્ષણના આધાર પર બજેટ તૈયાર થાય છે પરંતુ વાસ્તવમાં આર્થિક સર્વેક્ષણ બજેટનો મુખ્ય આધાર છે. તેમાં પ્રધાનમંત્રીના મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે. એવું જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં હોય.